ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024માં વેઈટલિફ્ટિંગ મહિલા 49 કિગ્રા ઈવેન્ટ દરમિયાન એક્શનમાં ભારતની સાઈખોમ મીરાબાઈ ચાનુ (ANI Photo/ DD Sports Grab)
પેરિસ ઓલમ્પિક્સમાં ભારત સોમવાર સુધી તો ફક્ત ત્રણ બ્રોંઝ મેડલ સાથે 59માં ક્રમે રહ્યું હતું અને કેટલીક સ્પર્ધાઓમાં આશાસ્પદ દેખાવ પછી સ્પર્ધકો મેડલ હાંસલ કરવામાં સફળ રહ્યા નહોતા. ભારતના ત્રણે મેડલ શૂટીંગમાં જ ગયા સપ્તાહે મળેલા હતા.
ભારતની ટોચની બૉક્સર લવલીના બોર્ગોહેઇન, બેડમિન્ટનની પુરૂષોની સિંગલ્સમાં લક્ષ્ય સેન મેડલથી એક જ વિજય દૂર રહી ગયા હતા. તો યુવા શૂટર મનુ ભાકર મહિલાઓની 25 મીટર એર પિસ્ટલમાં મેડલ મેળવી શકી નહોતી.

LEAVE A REPLY