વૈશ્વિક સખાવતી કાર્યો માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીનું મેસેચ્યુસેટ્સના ગવર્નર મૌરા હેલીએ પ્રતિષ્ઠિત ગવર્નર પ્રશસ્તિપત્ર સાથે બહુમાન કર્યું હતું.
રિલાયન્સ ફાઉન્ડેશને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. તેમાં જણાવાયું હતું કે શિક્ષણ, આરોગ્યસંભાળ, રમતગમત, કળા, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નીતા અંબાણીના નોંધપાત્ર પ્રભાવને ધ્યાનમાં રાખીને તેમનું આ સન્માન કરાયું હતું. રિલાયન્સ ફાઉન્ડેશને પોસ્ટમાં ઉમેર્યું હતું કે, “અમારા ફાઉન્ડર ચેરપર્સન નીતા અંબાણીને મેસેચ્યુસેટ્સના ગવર્નર મૌરા હેલી દ્વારા પ્રતિષ્ઠિત ગવર્નર પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
