Representational image

જાપાનમાં મોખરાની કાર નિર્માતા કંપનીઓ હોન્ડા, નિસાન અને મિત્સુબિશીએ પરસ્પર વિલિનીકરણ અંગેની મંત્રણા બંધ કરી કરી હોવાની જાહેરાત કરી છે. નિસાનના ચીફ એક્ઝિક્યુટિવ મકોતો ઉચિડાએ કહ્યું હતું કે મંત્રણાનો મુખ્ય મુદ્દો એક સંયુક્ત હોલ્ડિંગ કંપની બનાવવાનું હતું, પરંતુ તે હવે બદલાઈને નિસાનને હોન્ડાની સબસિડરી બનાવવા તરફ વળી ગયું. આથી નિસાનને તે સ્વીકાર્ય નથી. હોન્ડાના ચીફ એક્ઝિક્યુટિવ તોશિહિરો માઈબે કહ્યું હતું કે હોન્ડાએ ઝડપી નિર્ણય માટે સ્ટોક સ્વેપનું સૂચન કર્યું હતું, પરંતુ તે સ્વીકાર્ય નથી, તેથી હોન્ડાના સંચાલકો નિરાશ છે. એવા પણ રીપોર્ટ હતા કે તાઈવાનની ફોક્સકોન નિસાનને ખરીદવાની તૈયારીમાં છે. નિસાને ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા, જે અંતર્ગત તેનો નેટ પ્રોફિટ ઘટીને 3.3 કરોડ ડોલર થયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં 2.1 બિલિયન ડોલર હતો.

LEAVE A REPLY