(ANI Photo)

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવ નવા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવાનો નિર્ણય કરાયો હતો. સરકારના આ નિર્ણયથી નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/વઢવાણ, મોરબી, પોરબંદર/છાયા અને ગાંધીધામને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળશે.

રાજ્ય કેબિનેટની બેઠકના આ નિર્ણયની માહિતી આપતા પ્રવક્તા પ્રધાન હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર સહિત કુલ 8 મહાનગરપાલિકા કાર્યરત છે. 2002માં જૂનાગઢ મહાનગરપાલિકા અને વર્ષ 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી.

આશરે 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાની રચના થઈ રહી છે. પરિણામે રાજ્યમાં 149 નગરપાલિકાઓ ઉપરાંત 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે.

નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતોને જોડીને નવસારી મહાનગરપાલિકા બનાવવામાં આવશે.આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મોગરી, જીટોડિયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતોને મર્જ કરીને આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવામાં આવશે.

LEAVE A REPLY