લંડનના ક્લેક્ટનના સાંસદ, રિફોર્મ યુકેના નેતા અને GB ન્યૂઝના પ્રેઝન્ટર તરીકે સેવા આપતા નાઇજેલ ફરાજ યુકેના સૌથી વધુ કમાતા સાંસદ છે અને તેઓ પોતાના નોકરી ધંધા તથા સોશિયલ મીડિયામાંથી કુલ £1.2 મિલિયન કમાઇ રહ્યા છે.
સાંસદના રજીસ્ટ્રેશન ઓફ ઇન્ટરેસ્ટમાં, રિફોર્મ યુકેના સાંસદે ફરાજે જાહેર કર્યું છે કે તેઓ GB ન્યુઝના પ્રેઝન્ટર તરીકે દર મહિને £97,900 કમાઈ રહ્યા છે. તેમણે X થકી £1,550 અને મેટા થકી £853 અને કેમિયો વીડિયોમાંથી £4,000ની કમાણી કરી છે. ડેઈલી ટેલિગ્રાફ તેમને દર મહિને £4,000 ચૂકવે છે.
આ અગાઉ, સૌથી વધુ કમાણી કરનાર ટોરી સાંસદ અને બેરિસ્ટર જ્યોફ્રી કોક્સ હતા.