
વડાપ્રધાન સ્ટાર્મર દ્વારા 6 જાન્યુઆરીના રોજ નિર્ધારિત હોસ્પિટલના વેઇટીંગ લીસ્ટના બેકલોગને સમાપ્ત કરવા, લાખો વધુ એપોઇન્ટમેન્ટ આપવા અને દર્દીઓને વધુ પસંદગી આપવા માટેની યોજનાના ભાગરૂપે NHS અને ઇન્ડિપેન્ડન્ટ સેક્ટર વચ્ચે નવો કરાર થયો છે. જે અંતર્ગત ગાયોનોલોજીકલ (સ્ત્રીરોગ) અને ઓર્થોપેડિક દર્દીઓ સહિત અન્ય સારવારના નિષ્ણાત વિસ્તારોને લક્ષમાં લેવાશે. આ કરારથી દેશના વંચિત વિસ્તારોના દર્દીઓને ફાયદો થશે.
ઓપરેશન્સ અને અન્ય આયોજિત સર્જરીઓ માટે 18-અઠવાડિયાના NHS વેઇટીંગ લીસ્ટના ધોરણને હિટ કરવું એ સરકારની પરિવર્તન માટેની યોજનાનો મુખ્ય ભાગ છે. ઇન્ડિપેન્ડન્ટ હેલ્થકેર સેક્ટરનો અંદાજ છે કે તેમની પાસે NHSના દર્દીઓ માટે દર વર્ષે વધારાની 10 લાખ એપોઇન્ટમેન્ટ પૂરી પાડવાની ક્ષમતા છે.
વડા પ્રધાન કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’વેઇટીંગ લીસ્ટ 7.5 મિલિયન થઈ ગયું છે, ત્યારે અમે લોકોના જીવનને પાટા પર લાવવા માટે વિચારધારા અથવા બાબતો કરવાની જૂની રીતોને આડે નહીં આવવા દઈએ. NHSને પુનઃનિર્માણ કરવા માટે અમે અમારી ચેન્જ માટેની યોજનાને અમલમાં મૂકીએ છીએ, ત્યારે દર્દીઓને ખૂબ જ જરૂરી હોય તેવી સારવાર માટે ઉપલબ્ધ દરેક સંસાધનનો ઉપયોગ ન કરવો એ ફરજની અવગણના હશે. આ કરાર એ સુનિશ્ચિત કરશે કે કામ કરતા લોકોને તેમની સારવાર ક્યારે અને ક્યાં મળે છે તેના પર વધુ પસંદગી મળે અને સૌથી વધુ જરૂરિયાતવાળા વિસ્તારોને વધુ સહાય પૂરી પાડવામાં આવે.’’
સરકાર ઇચ્છે છે કે તમામ NHS દર્દીઓને તેમની સંભાળ કોણ રાખે છે તે પસંદ કરવાની તક મળે અને આજે નિર્ધારિત વ્યાપક વૈકલ્પિક સુધારણા યોજનાઓ દ્વારા તેમને તેમની પોતાની સંભાળ પર વધુ નિયંત્રણ મળશે.
હેલ્થ એન્ડ સોસ્યલ કેર સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે કહ્યું હતું કે ‘’દર્દીઓને ફરીથી સમયસર સારવાર મળે તે માટે આ સરકાર ઉપલબ્ધ દરેક લીવરને ખેંચશે. જો શ્રીમંતોની સમયસર સારવાર થઈ શકે છે, તો NHS દર્દીઓની સારવાર પણ થવી જ જોઈએ. અમે પહેલા 6 મહિનામાં જે પગલાં લીધાં છે તે વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થવા લાગ્યો છે.‘’
