More than 30 million people joined the NHS app
પ્રતિક તસવીર (Photo illustration by Christopher Furlong/Getty Images)

સરકારે NHS ને સુધારવા માટે સાત મહિના વહેલા પ્રથમ પગલું ભરતાં કીમોથેરાપી, રેડિયોથેરાપી, એન્ડોસ્કોપી અને ડાયગ્નોસ્ટિક પરીક્ષણો સહિત બે મિલિયનથી વધુ વધારાની NHS એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે.

સરકારે દર અઠવાડિયે દર્દીઓ માટે 100,000થી વધુ સારવાર, ટેસ્ટ અને સ્કેન સાથે બે મિલિયનથી વધુ વૈકલ્પિક કેર એપોઇન્ટમેન્ટ વહેલા પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. નવી સરકારે સત્તા સંભાળ્યા પછી એપોઇન્ટમેન્ટની રાહ જોવાની યાદીમાં લગભગ 160,000નો ઘટાડો થયો છે. જે પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં લગભગ 33,000નો વધારો હતો.

વેઇટીંગ લીસ્ટની યાદીમાં સૌથી મોટો સુધારો લાવનાર ટ્રસ્ટોને વધારાના £40 મિલિયન સોંપવામાં આવશે. આ સંસદના અંત સુધીમાં 18-અઠવાડિયાના સારવાર લક્ષ્યને પૂર્ણ કરવાના પ્લાન ફોર ચેન્જને પૂર્ણ કરવા તરફ આ એક મોટું પગલું દર્શાવાય છે.

નવો ડેટા પુષ્ટિ કરે છે કે સરકારે વચન કરતાં સાત મહિના વહેલા આ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. તેનો અર્થ એ છે કે હજારો દર્દીઓને યોજના કરતાં વહેલા મહત્વપૂર્ણ ઓપરેશન, સ્કેન, સારવાર અને કન્સલટેશન મળ્યા છે, જે તેમને આરોગ્ય પાછું મેળવવા અને વહેલા કામ પર પાછા ફરવામાં મદદ કરે છે.

સાંજે અને વિકેન્ડમાં વધારાની એપોઇન્ટમેન્ટ અપાય છે અને દેશભરમાં કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક સેન્ટરો ખોલીને અઠવાડિયાના સાતેય દિવસ 12 કલાક વધારવાની યોજનાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY