દુબઇમાં રવિવાર, 20 ઓક્ટોબરે રમાયેલી મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇલનમાં દક્ષિણ આફ્રિકાને 32 રનથી હરાવી ન્યૂઝીલેન્ડ આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. અગાઉ જીતનારી ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ આ કપ જીતી ચુકી છે. રવિવાર ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે ઐતિહાસિક દિવસ બન્યો કારણ કે 36 વર્ષ પછી પુરુષોની ટીમે ભારતમાં તેમની પ્રથમ ટેસ્ટમાં પણ જીત મેળવી હતી.
દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વુમન્સ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 158 રનનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 9 વિકેટના નુકસાને 126 રન જ બનાવી શકી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી એમેલિયા કેરે સૌથી વધુ 43 રન બનાવ્યા હતાં. હોલીડેએ 38 રનનું યોગદાન આપ્યું હતું. સુઝી બિટ્સે 32 રનની ઝડપી ઇનિંગ રમી હતી. ખાકાએ બે વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની આ ત્રીજી વર્લ્ડ કપ ફાઈનલ હતી. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન જ બનાવી શકી હતી.