ગુજરાત સરકારે મંગળવારે નવી ટેક્સટાઇલ નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં રાજ્યમાં એકમો સ્થાપવા માંગતા ઉદ્યોગસાહસિકોને સબસિડી અને નાણાકીય પ્રોત્સાહનો ઓફર કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024’નું અનાવરણ કરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય ટેક્સટાઇલ ક્ષેત્રમાં રૂ.30,000 કરોડનું રોકાણ આકર્ષે તેવી અપેક્ષા છે.અમે અપેક્ષા રાખીએ છીએ કે આ પોલિસી ટેક્સટાઇલ સેક્ટરમાં રૂ.30,000 કરોડના રોકાણને આકર્ષવામાં મદદરૂપ થશે. આ પોલિસીનો એક ઉદ્દેશ્ય ગુજરાતને ટેક્નિકલ ટેક્સટાઇલ સેક્ટરનું વૈશ્વિક હબ બનાવવાનો છે. અમે આ ક્ષેત્રમાં રોકાયેલા મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) માટે ઉચ્ચ આવક સુનિશ્ચિત કરવા માટે જોગવાઈઓ પણ કરી છે.

2019માં જાહેર કરાયેલ અગાઉની પાંચ વર્ષની ટેક્સટાઈલ પોલિસીની મુદત આ વર્ષે પૂરી થઈ

એક અધિકૃત રીલીઝમાં જણાવાયું છે કે આ નીતિ મુખ્ય ક્ષેત્રો જેમ કે ગાર્મેન્ટ, ટેકનિકલ ટેક્સટાઇલ, વીવિંગ, નીટિંગ અને માનવસર્જિત ફાઈબર (MMF) ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં તકનીકી કાપડના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, જે ઓટોમોટિવ, હેલ્થકેર અને ઉદ્યોગો માટે જરૂરી છે.

આ નીતિ ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ અને વિસ્તરણને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રોત્સાહનો આપે છે. તેમાં સ્થાન, પ્રવૃત્તિ અને રોજગારના આધારે રૂ. 150 કરોડની મર્યાદામાં પાત્ર ફિકસ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(eFCI)ના 10 ટકાથી 35 ટકા સુધીની કેપિટલ સબસિડીનો સમાવેશ થાય છે.વધુમાં, eFCIના 5 ટકાથી 7 ટકા વ્યાજ સબસિડી 8 વર્ષ સુધી ઉપલબ્ધ છે.અન્ય પ્રોત્સાહનોમાં પાંચ વર્ષ માટે રૂ.1/યુનિટની પાવર ટેરિફ સબસિડી, કામદાર દીઠ રૂ.2,000થી રૂ.5,000 પ્રતિ મહિને પેરોલ સપોર્ટનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY