પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના આરોગ્ય મંત્રાલયે શનિવાર, 29 સપ્ટેમ્બરે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એટલે કે ગંભીર રીતે બીમાર દર્દીઓ માટેના લાઇફ સપોર્ટ સિસ્ટમ દૂર કરવા અંગે નવી માર્ગદર્શિકાનો મુસદ્દો જારી કર્યો હતો. ડોક્ટરોએ મરણપથારીએ પડેલા દર્દીની લાઇફ સપોર્ટ સિસ્ટમ દૂર કરવા માટે મુખ્ય ચાર શરતોનું પાલન કરીને આવા નિર્ણય કરવાનો રહેશે. કેન્દ્રીય મંત્રાલયે 20 ઓક્ટોબર સુધીમાં ડ્રાફ્ટ અંગે સંબંધિત હિતધારકો પાસેથી અભિપ્રાય અને સૂચનો મંગાવ્યા છે.

જોકે ડ્રાફ્ટ માર્ગદર્શિકાનો તબીબી સમુદાયે વિરોધ કર્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. આર વી અસોકને જણાવ્યું હતું કે તે ડોકટરોને કાનૂની તપાસના દાયરામાં આવી જશે અને તેમના પરના તણાવમાં વધારો થશે.

માર્ગર્શિકતાના ડ્રાફ્ટમાં જણાવ્યા અનુસાર લાઇફ સપોર્ટ સિસ્ટમથી દર્દીને કોઇ લાભ થવાની શક્યતા ન હોય અથવા અથવા દર્દીને લાઇફ સપોર્ટ પર મૂકવાથી તેની તકલીફ વધારો થવાની અને તેની ગરિમાને નુકસાન થવાની શક્યતા હોય તેવા કિસ્સામાં ડોક્ટરો નિષ્ક્રીય ઇચ્છામૃત્યુનો નિર્ણય કરી શકે છે. દર્દી અથવા તેમના પરિવારજનોએ લાઇફ લાઇફ સિસ્ટમનો પૂરતી જાણકારીને આધારે ઇનકાર કર્યો અને તેનું દસ્તાવેજીકરણ કરેલું હોવું જોઇએ.

આ શરતોમાં વ્યક્તિને બ્રેઇનડેડે જાહેર કરાયો હોય, ડોક્ટરોએ દર્દીની મેડિકલ સ્થિતિની સારી રીતે તપાસ કરી હોય અને તેમાં જાણવા મળ્યું હોય કે દર્દીની બીમારી એડવાન્સ સ્ટેજમાં છે અને કોઇપણ થેરાપેટિક દરમિયાનગીરીથી લાભ થવાની શક્યતા ન હોય, દર્દી કે પરિવારજનોએ લેખિતમાં લાઇફ સપોર્ટનો ઇનકાર કર્યો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે નિર્ધારિત કરેલી પ્રક્રિયાનું પણ નિષ્ક્રીય ઇચ્છામૃત્યુનો નિર્ણય કરતાં પહેલા પાલન કરવાનું રહેશે.
‘ગંભીર બીમાર દર્દીનો લાઇફ સપોર્ટ પાછો ખેંચવા માટેના માર્ગદર્શિકાના મુસદ્દા’માં જણાવાયું છે કે ગંભીર રીતે બીમાર દર્દીને લાઇફ સપોર્ટ સિસ્ટમ ચાલુ ન કરવાનો વિચારપૂર્વક નિર્ણય કરવા માટે ત્રણ શરતો નિર્ધારિત કરાઈ છે. જેમાં વ્યક્તિને બ્રેઇન ડેડ જાહેર કરાયો હોય, દર્દીની બીમારી એડવાન્સ સ્ટેજમાં હોય અને કોઇપણ સારવારથી લાભ થવાની શક્યતા ન હોય, દર્દી અથવા પરિવારજનોએ લાઇફ સપોર્ટનો લેખિતમાં ઇનકાર કર્યોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY