ભારત સરકારે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય હવાઈ ક્ષેત્રમાં 3,000 મીટરની ઉંચાઈએ પહોંચ્યા પછી પણ વિમાનમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવાની મંજૂરી હોય ત્યારે જ ફ્લાઇટમાં મુસાફરો વાઈફાઈ દ્વારા ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરી શકશે.
ફ્લાઇટ એન્ડ મેરીટાઇમ કનેક્ટિવિટી નિયમો, 2018 હેઠળ સરકારે આદેશ આપ્યો છે કે ઇન-ફ્લાઇટ અને મેરીટાઇમ કનેક્ટિવિટી સર્વિસ પ્રોવાઇડરો ભારતીય એરસ્પેસમાં ઓછામાં ઓછી 3,000 મીટરની ઊંચાઈએ એરક્રાફ્ટમાં મોબાઇલ કમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડી શકશે. જોકે નવા નિયમોમાં સ્પષ્ટતા કરાઈ છે કે આટલી ઉંચાઈ પછી પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગને ઓનબોર્ડ મંજૂરી આપવામાં આવે ત્યાં સુધી જ Wi-Fi ઈન્ટરનેટ સેવાઓની પરવાનગી આપવામાં આવશે.
સોમવારે કરાયેલા નવા નિયમો મુજબ ભારતીય હવાઈ ક્ષેત્રની લઘુત્તમ ઊંચાઈને ધ્યાનમાં રાખ્યા વગર વિમાનમાં જ્યારે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે ત્યારે વિમાનમાં Wi-Fi દ્વારા ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.