પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
ગુજરાત સરકારે જંત્રીના નવા દરને હાલ લાગું નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. જંત્રીના નવા દર જાહેર કરાયા પછી વિવાદને જોતાં સરકારે તેની સામે વાંધાસૂચનો મંગાવ્યા હતાં. છેલ્લા ત્રણ મહિનામાં સરકારને આ અંગે મોટી સંખ્યામાં વાંધાસૂચનો મળ્યા હતા. સરકારના ટોચના સૂત્રોએ  જમીનના મૂલ્યાંકનમાં મોટો વધારો દર્શાવતા નવા દરોનો અમલ રાજકીય અને વહીવટી કારણોસર થોડા થોડા મહિનાઓ માટે મુલતવી રહેવાની શક્યતા છે.
સરકારે પહેલી એપ્રિલ, 2025થી નવા જંત્રી દરો લાગુ કરવાની યોજના બનાવી હતી, પરંતુ  હવે સરકાર એક સાવચેત અભિગમ અપનાવવા ઈચ્છે છે અને નવા જંત્રીના દરો લાગુ કરવામાં થોડા મહિના વિલંબ કરશે.સરકારે 2023ની શરૂઆતમાં જંત્રીના દર 2011ના જંત્રી દરથી ડબલ કરી દીધા હતાં.ત્યારબાદ રાજ્ય સરકારે નવેમ્બર 2024માં જંત્રી દરનું નવું મૂલ્યાંકન જાહેર કર્યું છે. જોકે, સરકારે જે નવા પ્રસ્તાવિત જંત્રી દરો જાહેર કર્યા છે તે 2023ના દરોની તુલનામાં પાંચ ગણાથી 2000 ગણા વધારે હતા.

LEAVE A REPLY