નેટ ઇમિગ્રેશનના જાહેર કરાયેલા આંકડા, અગાઉની કન્ઝર્વેટિવ સરકારના ઇમિગ્રેશન પરના અધૂરા વચનોના રાજકીય પરિણામોની યાદ અપાવે છે અને કેર સ્ટાર્મર માટે એક લેસન છે એમ અગ્રણી ઇમિગ્રેશન થિંકટેન્ક બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ કહ્યું હતું.

સુંદર કાટવાલાએ કહ્યું હતું કે “છેલ્લી સરકાર એક દાયકા સુધી વચનો આપ્યા પછી ઇમિગ્રેશન પર રોક લગાવી શકી ન હતી. જુલાઈમાં તેમની હારનું એક કારણ જાહેર વિશ્વાસમાં ભંગાણ પણ હતું. સ્ટાર્મર ઇમિગ્રેશન પર લેસન નહિં લે તો તેમણે એવા વચનો આપવા ન જોઈએ કે જે તેઓ પાળી શકે નહિં. સ્ટાર્મર નેટ માઇગ્રેશનને રેકોર્ડ સ્તરોથી સતત ઘટાડો કરવા દેખરેખ રાખશે પરંતુ હવે તેમનો પડકાર અર્થતંત્ર, NHS, યુનિવર્સિટીઓ અને સામાજિક સંભાળ માટે સ્થળાંતર પરના ટ્રેડ-ઓફનું સંચાલન કરવાનો છે.”

બ્રિટિશ ફ્યુચર અને ઇપ્સોસના સપ્ટેમ્બર ઇમિગ્રેશન એટિટ્યુડ ટ્રેકર સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, સરેરાશ, લોકો માને છે કે એસાયલમ મેળવવા માંગતા લોકો કુલ ઇમિગ્રેશનના ત્રીજા ભાગ (37%) કરતાં વધુનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તે વાસ્તવમાં માત્ર 7% જેટલો હિસ્સો ધરાવે છે.

LEAVE A REPLY