- એક્સક્લુસિવ
- બાર્ની ચૌધરી
બ્રિટનના ભૂતપૂર્વ ટોચના સાઉથ એશિયાના પોલીસ અધિકારી નીલ બાસુએ ગરવી ગુજરાતને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું છે કે જાતિવાદી રાજકારણીઓ તેમના ફાર રાઇટ તત્વોને ઉષ્કેરીને વંશીય તણાવને વેગ આપે છે. 10 દિવસના આતંક અને હિંસા દરમિયાન, તમામ વય અને લિંગના તોફાનીઓએ પોલીસ અધિકારી અને મસ્જિદો પર પથ્થરમારો કરી દુકાનો લૂંટી હતી અને એસાયલમ સિકર્સ ધરાવતી હોટેલોને આગ લગાડી અને વંશીય અપશબ્દો અને સુત્રોચ્ચારો કર્યા હતા.
આ તોફાનો ઇંગ્લેન્ડના નોર્થ ઇસ્ટમાં આવેલા સન્ડરલેન્ડથી સાઉથ વેસ્ટના પ્લેમથ, વેસ્ટ મિડલેન્ડ્સમાં બર્મિંગહામ સુધી વિસ્તરણ પામ્યા હતા. પોલીસ માને છે કે અસરગ્રસ્ત શહેરો અને નગરોની બહારના ફાર રાઇટ જૂથોએ મુશ્કેલી ઊભી કરવાના બહાના તરીકે હત્યાનો ઉપયોગ કર્યો હતો.
રિફોર્મ યુકે પાર્ટીના બે સાંસદોનું વર્ણન કરતી વખતે મેટ્રોપોલિટન પોલીસના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કમિશનર, નીલ બાસુએ જણાવ્યું હતું કે, “હું નાઇજેલ ફરાજ અને લી એન્ડરસનનું વર્ણન કેવી રીતે કરૂ તો તે સાચું લાગશે? તેઓ જાણે છે કે ઇમિગ્રેશન અને મુસ્લિમ વિરોધી, ઇસ્લામ વિરોધી વર્તાવ ખતરનાક છે, પરંતુ તેઓ તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. તેઓ એવા લોકોની સેવા કરવા માટે ચૂંટાયા હતા જેમણે તેમને મત આપ્યા હતા, અને રિફોર્મને મત આપનાર તમામ 4 મિલિયન લોકોએ બધા અયોગ્ય નહીં હોય. ફાર રાઇટ રાજકારણીઓ, મારી દૃષ્ટિએ, સ્પષ્ટ જાતિવાદી છે. તેઓ છાપ ઉપસાવી તેનો ઉપયોગ જાતિ સામે નફરત જગાડવા માટે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તે અતિ જોખમી છે.’’
2018 અને 2021 વચ્ચે યુકેના આતંકવાદ વિરોધી વિભાગના વડા તરીકે સેવા આપનાર બાસુએ કહ્યું હતું કે “મેં તે વિશે વર્ષોથી ચેતવણી આપી છે કે આપણે જ આ પ્રકારના સામાજિક પ્રભાવોને મુખ્ય પ્રવાહમાં લાવી રહ્યા છીએ જેઓ અત્યંત જમણેરી આતંકવાદી છે. તે ચારેય જૂથો છેલ્લા બે અઠવાડિયાથી દેશભરમાં કાયદેસર શાંતિપૂર્ણ વિરોધથી લઈને આતંકવાદ જેવા ભયંકર કૃત્યો સુધીની પ્રવૃત્તિઓ કરે છે. અગાઉના ટોરી વહીવટીતંત્રે તેમના વિશ્લેષણને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આપણે તે ‘ઇન્ટેલીજન્સ’ને જોવી પડશે જે મેં મારી અગાઉની નોકરીમાં જોઈ હતી જેઓ લોકો અને સંપત્તિને હિંસા અને નુકસાન કરવાની યોજના ધરાવે છે. આ કહેવાની મને છૂટ હોવી જોઈએ. વાણી સ્વાતંત્ર્યનો અર્થ છે કે તમે કંઈપણ કહી શકો છો, આપણી પાસે કાયદાઓ છે જે તેને અટકાવે છે. હું માત્ર રાજકારણીઓ અને સમાજને ચર્ચા કરવા માટે કહું છું. પણ આ માટે ફાર રાઇટ રાજકારણીઓ ભાષણના સ્વતંત્ર અધિકારને ખતમ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકશે.’’
બાસુએ કહ્યું હતું કે “માર્ગારેટ થેચર જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બન્યા ત્યારે પોવેલની કેટલીક ભાષાનો ઉપયોગ કર્યો હતો. મને લાગે છે કે કન્ઝર્વેટિવ પાર્ટી જે કેન્દ્રના મેદાનમાં પાછી જીતી શકતી નથી તે જમીન ફરાજ અને લી એન્ડરસન જેવા લોકોને સોંપી રહી છે. જેઓ ખૂબ જ ખતરનાક અને વિભાજનકારી રાજકારણને આથો આપી રહ્યા છે. હું બ્રાઉન ચામડીવાળા લોકોને ખોટા ચિતરવામાં આવે છે તેનાથી ખૂબ જ ચિંતિત છું. હું 1970ના દાયકામાં નેશનલ ફ્રન્ટની છાયામાં ઉછર્યો હતો. સમુદાયના આખા વર્ગોમાંનો ઘણો ભાગ મુસ્લિમ વિરોધી નફરતનો હતો. હું નાસ્તિક છું, પણ હિંદુનો દીકરો અને બ્રાઉન છું. પણ મારા જેવા, મારી ઉંમરના, શેરીઓમાં ચાલતા લોકોને 1970ના દાયકામાં તેવો અનુભવ થતો હતો. જો કે હવે અમારા બાળકોને એવું લાગ્યું નથી. પરંતુ છેલ્લા 10 દિવસમાં આપણા દેશમાં કંઈક ખૂબ જ વિચિત્ર બન્યું છે, અને તેનાથી તે લાગણી પાછી આવી છે.’’
શ્રી બાસુએ કહ્યું હતું કે “મને લાગે છે કે આ લાગણીને ઓગળતા લાંબો સમય લાગશે અને લાંબા સમય સુધી સમુદાયોમાં ભયંકર આઘાત રહેશે, તેમ છતાં પોલીસ શાંતિ જાળવી રાખવામાં સફળ થઇ છે. ઇંગ્લિશ ડિફેન્સ લીગના સ્થાપક ટોમી રોબિન્સને X પર તેના 10 લાખ ફોલોઅર્સને ઉશ્કેરણીજનક સંદેશા પોસ્ટ કર્યા છે. મેં હંમેશા કહ્યું છે કે વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તેમને નુકસાન કરવાની સ્વતંત્રતા છે જ્યાં તમે સીધા નફરત અને હિંસા ભડકાવી રહ્યા છો.’’
બસુએ કહ્યું હતું કે માત્ર રાજકારણીઓ જ આ અવ્યવસ્થાને ફેલાતા રોકી શકે છે અને તેમણે નવી સરકારને ઓનલાઈન સેફ્ટી બિલને વધુ કડક બનાવવા વિનંતી કરી હતી. તો દલીલ કરી હતી કે રાજકારણીઓને ટેલિવિઝન ન્યૂઝ ચેનલો પર સંપાદકીય નિયંત્રણ સાથે પ્રેઝન્ટર બનવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
બાસુએ કહ્યું હતું કે ‘’ઐતિહાસિક રીતે સમગ્ર વિશ્વમાં બલિનો બકરો ઇમિગ્રેશન છે. જ્યારે અર્થવ્યવસ્થામાં તેજી આવે છે, ત્યારે લોકો ઇમિગ્રેશન અથવા વંશીય રાજકારણના તિરસ્કાર વિશે વાત કરતા નથી. મુદ્દો એ છે કે તમારે તમારી જાહેર સેવાઓ અને તમારી અર્થવ્યવસ્થાને દરેક માટે ઠીક કરવી પડશે. વૈશ્વિક સ્તરે નબળી અર્થવ્યવસ્થાઓ સમસ્યાઓનું નિર્માણ કરી રહી છે જેના કારણે આત્યંતિક રાજકારણીઓ આત્યંતિક વિચારોનો પ્રસાર કરે છે અને ઇમિગ્રન્ટ્સ પર દોષ મૂકે છે.’’
ચાર વર્ષની ઉંમરે જાતિવાદનો અનુભવ કરનાર બાસુએ મસ્જિદો અને હોટલ પરના હુમલાને આતંકવાદ ગણાવતા કહ્યું હતું કે “તમે ઑનલાઇન ખૂબ જ અસ્પષ્ટ નિર્દોષ ટિપ્પણીઓ જેવી દેખાતી પોસ્ટ દ્વારા અસરકારક રીતે હિંસા ઉશ્કેરી શકો છો. પણ હવે પોલીસ અધિકારીઓએ ડર કે તરફેણ વિના પોલીસીંગ કરવું પડશે. જ્યાં પોલીસિંગે આવું કર્યું નથી, અને તેનાથી સમુદાયોમાં તેમનો વિશ્વાસ અને આત્મવિશ્વાસ બરબાદ થયો છે.’’
એક પોલીસ અધિકારી તરીકે બાસુને રાજકીય મંતવ્યો વ્યક્ત કરવાની છૂટ નહોતી અને આજે પણ તેઓ રાજકીય પક્ષની તરફદારી કરવાનો ઇન્કાર કરે છે. જો કે તેઓ નવા વડા પ્રધાનની અત્યાર સુધીની કાર્યવાહીથી ખુશ છે.