ઇંગ્લિશ ચેનલને પાર કરતા માઇગ્રન્ટસની નાની બોટોને રોકવા માટેના હોમ સેક્રેટરીના નવા સીમા સુરક્ષા કમાન્ડનું નેતૃત્વ કરવાનો પૂર્વ કાઉન્ટર ટેરર ચીફ નીલ બસુએ ઇન્કાર કર્યો છે. તેઓ આ પદ માટેના અગ્રણી ઉમેદવાર હતા..
હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપર આ નવા યુનિટની સ્થાપના કરી રહ્યા છે જેનો ઉદ્દેશ્ય નાની બોટોમાં લોકોનુ ચેનલ ક્રોસિંગ કરાવતા દાણચોર ગેંગનો સામનો કરવાનો છે. આ વિકેન્ડમાં નવા સરહદ સુરક્ષા કમાન્ડર માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવા અને નવા બોર્ડર સિક્યુરિટી કમાન્ડને ઉભા કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
આતંકવાદ વિરોધી કાર્યોને કારણે આ પદ માટે સૌથી આગળ બાસુએ અગાઉ કહ્યું હતું કે ‘’નાની બોટના મુદ્દાને વિભાગો વચ્ચે સંયુક્ત વ્યૂહરચના સાથે એ જ રીતે હેન્ડલ કરવા જોઈએ જે રીતે અધિકારીઓ આતંકવાદનો સામનો કરે છે. રવાન્ડા સ્કીમ કામ કરશે એવો કોઈ પુરાવો નથી કારણ કે તે એક “મોંઘો ખર્ચાળ પ્રોજેક્ટ છે, જેની કિંમત £500 મિલિયનથી વધુ છે, જે યુકેમાં રહેલા એસાયલમ ઇચ્છતા લોકોના માત્ર એક અંશને દૂર કરવા તરફ દોરી જશે”.
કેર સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું હતું કે રવાંડા યોજનાને તેઓ સત્તા સંભાળતાની સાથે જ દફનાવી દેશે.