હિન્દુ કેલેન્ડરના સૌથી રંગીન તહેવારોમાંના એક અને વસંતઋતુના આગમનનું સ્વાગત કરતા હોળી ઉત્સવની ઉજવણીનું આયોજન ગુરુવાર, ૧૩ માર્ચ ૨૦૨૫ના રોજ લંડનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર – ‘નીસ્ડન મંદિર’ ખાતે કરવામાં આવ્યું હતું.

ભક્તો અને મુલાકાતીઓ દિવસભર મંદિરમાં તેજસ્વી રંગોથી શણગારવામાં આવેલી મૂર્તિઓના હેતભેર દર્શન કર્યા હતા. તો મંદિરની સામેના મેદાનમાં સાંજે ૬ વાગ્યા પછી પરંપરાગત હોળી પ્રગટાવવામાં આવી હતી. ભક્તોએ હોળીમાં નવા લણેલા અનાજ અને નારિયેળ હોમ્યા હતા. તો નવજાત બાળકોને હોલીકાના દર્શન કરાવી તેમના સુદિર્ધ આશિર્વાદ માટે પ્રાર્થના કરાઇ હતી.

ઉજવણીએ સ્થાનિક સમુદાયના સભ્યોને ગરમાગરમ નાસ્તાનો આનંદ માણવાની તક પૂરી પાડી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments