2011ના રમખાણો દરમિયાન ચિફ પ્રોસિક્યુટર તરીકે સેવા આપી ચૂકેલા માન્ચેસ્ટર યુનિવર્સિટીના વર્તમાન ચાન્સેલર નાઝીર અફઝલે ચેતવણી આપી છે કે યુકેને હચમચાવી નાખેલા તાજેતરના ફાર રાઇટ તોફાનોના આકરા પ્રત્યાઘાત પડશે.

લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમો અને અન્ય વંશીય જૂથો પરની અસર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા, નઝીર અફઝલે જણાવ્યું હતું કે ‘’ઘણા તોફાનીઓને જેલની સજા ફટકારવામાં આવી છે. પરંતુ આ રમખાણો અણધાર્યા અને વ્યાપક હતા, ત્યારે વર્તમાન અશાંતિ તેના લક્ષિત સ્વભાવને કારણે વધુ ચિંતાજનક છે. ફોજદારી ન્યાય પ્રણાલીએ મજબૂત પ્રતિભાવ આપી તોફાનીઓને જેલભેગા કર્યા છે પરંતુ આ તોફાનો અસરગ્રસ્ત સમુદાયો પર ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક નુકસાન કરશે. ઘણી વ્યક્તિઓએ ભયભીત થઇને અને અનિશ્ચિતતામાં માર્ગદર્શન મેળવવા માટે મારો સંપર્ક કર્યો છે.’’

અફઝલે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ફોજદારી ન્યાય પ્રણાલીની ભૂમિકાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે ‘’મારા પિતા હંમેશા એક સુટકેસ પેક રાખતા હતા કે ગમે ત્યારે પરિવારને દેશ છોડવાની ફરજ પડી શકે છે જે લાગણી આજે લઘુમતી સમુદાયોમાં પ્રતિબિંબિત થતી જોઉં છું. તો સામે સકારાત્મક બાબત એ પણ જોવા મળી છે કે રેસીસ્ટ વિરોધી દેખાવો પણ પ્રતિભાવમાં થયા છે.’’

અફઝલ માને છે કે લોકોને થયેલી ત્વરિત સજાઓ વધુ હિંસા અટકાવવામાં મદદ કરે છે અને અસરગ્રસ્તોને આશ્વાસન આપે છે. ન્યાય જીતશે અને હિંસા માટે જવાબદાર લોકો કાયદાના સંપૂર્ણ બળનો સામનો કરશે.

LEAVE A REPLY