(ANI Photo)

કોલકાતામાં મહિલા ડોક્ટર પર  ઘાતકી રેપ અને હત્યાના વિરોધમાં દેશભરમાં ડોક્ટરો વિરોધ કરી રહી છે. ડોક્ટરોના સૌથી મોટા સંગઠન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે ડોક્ટરો શનિવાર સવારથી 24 કલાક માટે આવશ્યક તબીબી સેવાઓ સિવાયના મોટાભાગના વિભાગોના રાષ્ટ્રવ્યાપી શટડાઉનનો અમલ કરશે. આ હડતાલ ઓછા એક દાયકામાં સૌથી મોટી હશે.

કોલકાતાની એક મેડિકલ કોલેજમાં ગયા અઠવાડિયે 31 વર્ષીય ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. શહેરની પોલીસે તેને શરૂઆતમાં આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઘટનાસ્થળ પરથી પુરાવાનો નાશ કરવા માટે તોડફોડ ચાલુ કરાઈ હતી. ઓટોપ્સી રીપોર્ટ મુજબ લેડી ડોક્ટર પર એકથી વધુ વ્યક્તિએ રેપ કર્યો હોવાના સંકેત મળે છે. આ ઘટનાને પગલે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારની આકરી ટીકા થઈ રહી છે.

IMAએ ગુરુવારે મોડી રાત્રે X પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. કે “ડોક્ટરો, ખાસ કરીને મહિલાઓ વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો શિકાર બને છે. હોસ્પિટલો અને કેમ્પસની અંદર ડોકટરોને સલામતી પૂરી પાડવાની જવાબદારી સરકારની છે.

બોલિવૂડ કલાકારો, અન્ય સેલિબ્રિટીઓ અને રાજકારણીઓએ આ આ જઘન્ય અપરાધ અંગે આઘાત વ્યક્ત કર્યો હતો અને મહિલાઓ સામેના અપરાધોના ગુનેગારોને કડક સજા કરવાની હાકલ કરી છે.

અગાઉ કોલકાતા હાઈકોર્ટે મંગળવારે આ ચકચારી કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં પોલીસે દ્વારા તપાસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી તેવો નિષ્કર્ષ કાઢીને હાઇકોર્ટે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો હતો.

પીડિતાના માતા-પિતાએ કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માગણી કરી હતી. શુક્રવારે સવારે સરકારી હોસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટના સેમિનાર હોલની અંદરથી પોસ્ટગ્રેજ્યુએટ મહિલા ડોક્ટરનો ગંભીર ઇજાના નિશાન સાથે મૃતદેહ મળ્યો હતો. ઓટોપ્સી રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આ હિંસક જાતીય હુમલો હતો. કોલકાતા પોલીસે શનિવારે આ કેસમાં સંજય રોય નામના એક પોલીસ સ્વયંસેવકની ધરપકડ હતી. જોકે પોલીસ તપાસ અને પુરાવા સાથે છેડછાડના કરી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

 

 

LEAVE A REPLY