ગુજરાત સરકારે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.ધારીની આજુબાજુની પ્રેમપરા, હરીપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરાને ભેગા કરાઈને ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે.
આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવતા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તથા સ્થાનિક રોજગારી અને સામાજિક-આર્થિક જીવનમાં પણ સુધારો થાય તે હેતુથી રાજ્યના મુખ્યપ્રધાને ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.
અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક અને પ્રાચીન ગલધરા ખોડિયાર માતાના મંદિરથી 6 કિલોમીટરના અંતરે આવેલું છે.ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તારો આવેલા છે. તેથી સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.