ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ પ્રબોવો સુબિયાન્તો ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા ગુરુવારે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર વિદેશ રાજ્ય પ્રધાન પવિત્રા માર્ગેરિટાએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રબોવો સુબિયાન્તો પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા ઈન્ડોનેશિયાના ચોથા પ્રેસિડેન્ટ છે. તેઓ બીજા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. PM મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોની હાજરીમાં દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે એમઓયુની આપ-લે કરવામાં આવી હતી. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “સમુદ્રીય સુરક્ષા અને સુરક્ષાના ક્ષેત્રમાં આજે થયેલા કરારથી ગુના નિવારણ, શોધ અને બચાવ અને ક્ષમતા નિર્માણમાં અમારો સહયોગ વધુ મજબૂત બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો દ્વિપક્ષીય વેપાર ઝડપથી વધ્યો છે. ગયા વર્ષે તે 30 બિલિયન ડોલરથી વધુ હતો.”

LEAVE A REPLY