પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ચેટજીપીટીની માલિક કંપની ઓપનએઆઇના ભૂતપૂર્વ કર્મચારી સુચિર બાલાજીના મોતની એફબીઆઇ તપાસ કરવાની તેની માતાએ માગણી કરી હતી. ઓપનએઆઈના 26 વર્ષીય વ્હિસલબ્લોઅર અને સંશોધક 26 નવેમ્બરે કેલિફોર્નિયામાં તેમના સાન ફ્રાન્સિસ્કો એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. અધિકારીઓએ બાલાજીના મૃત્યુને આત્મહત્યા ગણાવી હતી. બાલાજીએ ઓક્ટોબરમાં કંપની પર કોપીરાઇટ કાયદાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો અને એક મહિના પછી મૃતહાલતમાં મળી આવ્યાં હતાં.

રવિવારે X પરની એક પોસ્ટમાં તેમની માતા પૂર્ણિમા રામારાવે જણાવ્યું હતું કે તેઓએ એક ખાનગી ઇન્વેસ્ટિગેટર નિમણૂક કરી હતી અને મૃત્યુના કારણ જાણવા માટે માટે બીજી વખત શબપરીક્ષણ કર્યું હતું. ખાનગી શબપરીક્ષણ પોલીસ દ્વારા જણાવવામાં આવેલા મૃત્યુના કારણની પુષ્ટિ કરતું નથી.

એફબીઆઈ તપાસની માગણી કરતાં રામારાવે આક્ષેપ કર્યો હતો કે બાલાજીના એપાર્ટમેન્ટમાં તોડફોડ કરાઈ હતી. બાથરૂમમાં સંઘર્ષની નિશાની હતી અને એવું લાગે છે કે કોઈએ તેના પર બાથરૂમમાં પ્રહાર કર્યો હતો. સત્તાવાળાએ તેને આપઘાત ગણાવ્યો છે, પરંતુ તે ઠંડા કલેજે થયેલી હત્યા છે. તેમણે અબજોપતિ એલોન મસ્ક અને ભારતીય-અમેરિકન ટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીને ટેગ કર્યા હતાં. આ પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપતા મસ્કે જણાવ્યું હતું કે આ આત્મહત્યા જેવું લાગતું નથી.

LEAVE A REPLY