ભારતમાં અત્યારે સમરની સીઝન હોવાથી ફિલ્મકારો પણ વેકેશનના મૂડમાં હોય છે. ઘણા અભિનેતા-અભિનેત્રીઓ કાળઝાળ ગરમીથી ત્રસ્ત થઇને તેમના પરિવાર સાથે જુદા જુદા દેશોમાં વેકેશન ગાળવાનું પસંદ કરે છે. કેટલીક અભિનેત્રીઓ વિદેશોમાં મોટા શહેરોમાં રજા માણવાનું પસંદ કરે છે જેથી તેમનો શોપિંગ કરવાનો શોખ પણ પૂર્ણ થઇ જાય. અહીં એવી અભિનેત્રીઓ વિશે જણાવવામાં આવ્યું છે જેઓ વિદેશોમાં શોપિંગ કરવાનો આગ્રહ રાખે છે, મોટાભાગની અભિનેત્રીઓ લંડન-ન્યૂયોર્ક-દુબઇ જેવા શહેરોમાં શોપિંગ કરવાનું પસંદ કરે છે.
ક્રિતી સેનન
ક્રિતી સેનનને દુબઇમાંથી ખરીદી કરવી ગમે છે. તે મોટાભાગે શોપિંગ કરવા માટે અનેકવાર દુબઇ જ જાય છે.
પ્રિયંકા ચોપરા
બોલીવૂડ છોડીને હોલીવૂડમાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરાને ભલે લોકો ‘દેસી ગર્લ’ કહેતા હોય, પરંતુ તેને વિશ્વભરના શહેરોમાંથી શોપિંગ કરવાનો શોખ છે. તે ખરીદીના મામલે ક્યારેય ઉતાવળ કે ભૂલ કરતી નથી. જોકે તેને ન્યૂયોર્કમાંથી ખરીદી કરવી વધુ પસંદ છે, એવું તેણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.
જેકલિન ફર્નાન્ડિઝ
જેકલિન ફર્નાન્ડિઝને લંડનમાંથી શોપિંગ કરવાનું ખૂબ જ ગમે છે.
દીપિકા પદુકોણ
દીપિકા પદુકોણનાં શોપિંગ ડેસ્ટિનેશનમાં લંડન, સિંગાપોર અને દુબઇના નામ મોખરે છે.
સોનમ કપૂર
અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર આમ તો લગ્ન પછી પરિવાર સાથે લંડનમાં રહે છે. તેથી તેને લંડનની સાથે પેરિસ અને દુબઇ જેવાં શહેરોમાંથી શોપિંગ કરવાનું પસંદ છે.
આયુષ્યમાન ખુરાના
આયુષ્યમાન ખુરાનાને કપડાં ખરીદવાનો ઘણો શોખીન છે. તે મોટાભાગે દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાંથી શોપિંગ કરવાનું પસંદ કરે છે.
કંગના રનૌત
બોલીવૂડની વિવાદાસ્પદ અભિનેત્રી કંગનાને લંડન અને ન્યૂયોર્ક જેવા શહેરોમાંથી ખરીદી કરવી ગમે છે. તે ઘણી વખત તે અહીંના શોપિંગ એરિયામાં ફરતી જોવા મળે છે.
મલાઇકા અરોરા
બોલીવૂડની ફિટનેસ આઇકન મલાઇકા અરોરા સ્ટાઇલિશ પણ છે. તે પોતાના ગ્લેમરને જાળવી રાખવા માટે દુબઇ અને ન્યૂયોર્કમાંથી કપડા અને અન્ય વસ્તુઓની ખરીદી કરે છે.
કેટરિના કૈફ
કેટરિના કૈફનું શોપિંગ ડેસ્ટિનેશન દુબઇ અને લંડન છે.
કરીના કપૂર
કરીના પોતાની મોટી બહેન કરિશ્મા કપૂર સાથે શોપિંગ કરવું પસંદ છે. તેઓ મોટાભાગે ખરીદી કરવા માટે લંડન આવે છે તેવું કહેવાય છે.
રાણી મુખરજી
રાણી મુખરજીને પણ લંડનમાં શોપિંગ કરવાનું વધુ ગમે છે.
રણવીર સિંહ
યુથ આઇકન તરીકે જાણીતો રણવીર સિંહ તેની ‘અનોખી’ સ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે. તેને કોઇ શહેરોમાંથી ખરીદીનો શોખ નથી, પરંતુ તે મોટાભાગે ઓનલાઇન શોપિંગ કરે છે તેવું તેની નજીકના સૂત્રો જણાવે છે.
બિપાશા બાસુ
એક સમયની હોટ અભિનેત્રી બિપાશા બાસુને ન્યૂયોર્કમાંથી શોપિંગ કરવાનું ખૂબ જ પસંદ છે.
શિલ્પા શેટ્ટી
બોલીવૂડની અન્ય ફિટનેસ આઇકન શિલ્પા શેટ્ટી પોતાના ફિગર અને પોષાકને કારણે ચર્ચામાં રહેતી છે. તે પણ લંડન અને ન્યૂયોર્કમાંથી શોપિંગ કરવાનું ખૂબ પસંદ કરે છે.
