દેશવ્યાપી તોફાનોમાં અત્યાર સુધીમાં 10 મસ્જિદો પર હુમલા કરાયા છે અથવા તેમને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. હોમ ઑફિસે જાહેરાત કરી છે કે દેશમાં આવેલી મસ્જિદોને નવી “ઇમરજન્સી સિક્યુરિટી” સાથે વધુ સુરક્ષા આપવામાં આવશે અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવતા લોકોની હિંસક અવ્યવસ્થાનો જવાબ આપવા માટે ઝડપથી તૈનાત કરી શકાય છે.
હોમ સેક્રેટરી હ્વુવેટ કૂપરે કહ્યું હતું કે “જે વ્યક્તિઓ આ હિંસક અવ્યવસ્થામાં સામેલ છે તેમણે જાણવાની જરૂર છે કે તેઓ આ માટે કિંમત ચૂકવશે. આ માટે વધારાના પ્રોસિક્યુટર અને શ્રેણીબદ્ધ ગુનાઓ માટે ધરપકડ કરાયેલા લોકો સામે પગલા લેવા માટે કોર્ટને સ્ટેન્ડબાય પર રખાઇ છે. અમે પોલીસને ખૂબ જ સ્પષ્ટ કરી દીધું છે કે આવા લોકોને ગંભીર જેલ સજા, લાંબા ગાળા માટે ટેગિંગ, મુસાફરી પર પ્રતિબંધ અને વધુ પગલા સહિતની કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવે તે માટે અમારુ સંપૂર્ણ સમર્થન છે.”