સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ન મોર્કેલની ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મોર્કેલનો કોન્ટ્રાક્ટ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. બોર્ડે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી ન હતી. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પારસ મ્હામ્બરે ટીમના બોલિંગ કોચ હતા. સમાચાર સૂત્રોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ટાંકીને કહ્યું કે મોર્કેલને નવા બોલિંગ કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

LEAVE A REPLY