અમેરિકાના મધ્ય પશ્ચિમી રાજ્યોમાં તાજેતરના હીટવેવના કારણે રેકોર્ડ પ્રમાણમાં ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે, જેના કારણે 60 મિલિયનથી વધુ લોકોને આ સ્થિતિમાં ચેતવણીઓ આપવામાં આવી હતી. સમાચાર એજન્સી-સિન્હુઆએ યુએસ નેશનલ વેધર સર્વિસ (NWS)ને ટાંકીને રીપોર્ટમાં જમાવ્યું હતું કે, શિકાગો, ડેસ મોઇન્સ અને ટોપેકા જેવા મધ્ય-પશ્ચિમના વિસ્તારોમાં લાંબા સમય સુધી દુર્લભ “અતિશય ગરમી” અનુભવ થઇ રહ્યો છે. વેધર સર્વિસે લોકોને હીટવેવ સાથે જોડાયેલી ગરમી અને ભેજના સંયુક્ત જોખમો વિશે ચેતવણી આપી હતી. મધ્ય-પશ્ચિમી રાજ્યોએ ખતરનાક ગરમીની તૈયારીના ભાગરૂપે અનેક કૂલિંગ સેન્ટર્સ શરૂ કર્યા છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા મુજબ દેશમાં દર વર્ષે અંદાજે 1,220 લોકો અતિશય ગરમીના કારણે મૃત્યુ પામે છે.

LEAVE A REPLY