HMP Berwyn Prison (Photo by Dan Kitwood/Getty Images)

જસ્ટીસ સેક્રેટરી હેઇદી એલેક્ઝાન્ડર કહ્યું હતું કે પાછલા અઠવાડિયામાં કરાયેલી ધરપકડની સંખ્યા વધતા જેલોમાં વધારાની જગ્યા ઉભી કરાઇ છે. જેમને કસ્ટોડિયલ સજા અપાશે તેના માટે જેલમાં જગ્યા રાહ જોતી હશે. આ માટે આગામી સપ્તાહથી 500 થી વધુ વધારાની જેલની જગ્યાઓ ઉપલબ્ધ થશે.

એલેક્ઝાન્ડર કહ્યું હતું કે “અમે આ તોફાનોનો શક્ય તેટલી ઝડપથી નિયંત્રણમાં લાવવા માંગીએ છીએ. આપણે જે જોઈ રહ્યા છીએ તેની સાથે આગળ વધી શકીએ નહિં. અમે સંપૂર્ણ ગુનાહિત વર્તન, જાતિવાદી હુમલાઓ, ખતરનાક ઉગ્રવાદ જોયા છે, અને અમે આને સહન કરીશું નહીં.”

રટલેન્ડમાં HMP સ્ટોકેન ખાતે નવા બ્લોકના ઉદઘાટન બાદ અને કેન્ટમાં HMP કૂકહામ વુડ ખાતે રીપર્પઝ્ડ સેલ ઉભા કરાશે. કટોકટીનો સામનો કરવા માટે જેલ કોટડીઓને ઝડપથી તૈયાર કરવામાં આવી છે. ક્ષમતા વધારવા માટે ત્યજી દેવાયેલા સેલ્સની ફાયર સેફ્ટીનું કામ પણ ઝડપી કરવામાં આવશે.

જસ્ટીસ સેક્રેટરી શબાના મહમૂદે હિંસામાં ભાગ લેનારાઓને ચેતવણી આપી છે કે “પોલીસ, અદાલતો અને જેલો તૈયાર છે અને તમારે આ ભયાનક કૃત્યોના પરિણામોનો સામનો કરવો પડશે”.

પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી હતી કે આ નવીનતમ જેલો તોફાનો કાબુમાં નહિં આવે તો તુરંત જ ભરાઈ જશે. બીજી તરફ સરકાર કેટલાક કેદીઓને વહેલા મુક્ત કરવા વિચારી રહી છે.

મેજિસ્ટ્રેટ્સ કોર્ટ તેમના કામના કલાકો લંબાવી શકે તે અંગે સરકાર તપાસ કરી રહી છે.

 

LEAVE A REPLY