યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન (UNO)ની ન્યૂયોર્ક ખાતેની મુખ્ય ઓફિસમાં વિખ્યાત રામ કથાકાર પરમ પૂજ્ય મોરારિબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. UNOએ આંતરરાષ્ટ્રીય દેશોનું સંગઠન છે, જેમાં 193 દેશ સભ્ય છે. અત્યા સુધીમાં ભારતના કોઈ કથાકાર જ નહીં, પરંતુ કોઈપણ અધ્યાત્મિક ગુરુને અહીં કથા કરવાની તક મળી નથી. મોરારિબાપુની આ 940મી રામકથા છે. આ નવ દિવસીય રામ કથાનો પ્રારંભ 27 જુલાઈથી થઇ રહ્યો છે અને તેનું 4 ઓગસ્ટે સમાપન થશે. આ કથા જીવંત પ્રસારણ ‘VEDIC Channel & Chitrakoot Dham Talgajarda નામની યૂટ્યૂબ ચેનલ પર કરાશે. આ કથા 28 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન ભારતીય સમય મુજબ સાંજે 7:30થી રાત્રે 11:00 વાગ્યા સુધી થશે.

LEAVE A REPLY