લંડનમાં રહેતા રિકન્દર હરેને મની લોન્ડરિંગ માટે દોષિત ઠેરવી એક વર્ષની સસ્પેન્ડેડ જેલ અને 400 કલાકની કોમ્યુનિટી સર્વિસ અને નીલેન બલરાજાહને મની લોન્ડરિંગ અને ક્લાસ A ડ્રગ્સ સપ્લાય કરવાના કાવતરા માટે 13 વર્ષ અને છ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. તેમની સાથે સામેલ હિતેશ વાડોલિયા સામે પણ મની લોન્ડરિંગના બહુવિધ આરોપો હતા પરંતુ ટ્રાયલ પહેલાં તેનું મૃત્યુ થયું હતું.
નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) દ્વારા બે વર્ષની ઝીણવટભરી તપાસમાં હરે અને બલરાજાની ગેંગના અન્ય સભ્યોની ઓળખ થઈ છે અને તેમની અલગ પોલીસ તપાસ થઇ રહી છે. આ ગેંગે સ્ક્રેપ મેટલ ડીલરોનો ઉપયોગ કાળા નાંને સફેદ કરવા માટે કર્યો હોવાનું બહાર આવ્યું છે.
ગેંગ ઘણી અલગ-અલગ પ્રવૃત્તિઓ, ડ્રગ્સ અને મની લોન્ડરિંગથી કરોડોની કમાણી કરતું હતું. તપાસમાં ગેંગ સાથે નજીકથી સંકળાયેલી સંખ્યાબંધ વ્યક્તિઓ તેમજ વિદેશમાં વસતી રાજકીય વ્યક્તિઓ સાથેના જોડાણોની ઓળખ કરવામાં આવી છે.
NCA એ £1.2 મિલિયનથી વધુ રોકડ જપ્ત કરી હતી. તેમાં £20,000ની ગુચી £350,000ની પ્રોપર્ટીઝ, £200,000થી વધુની કિંમતના હીરા જડેલા રોલેક્સ ડેટોનાનો સમાવેશ થાય છે.