રશિયાના કઝાન ખાતે બુધવારે, 23 ઓક્ટોબર બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત યુદ્ધનું નહીં, પરંતુ સંવાદ અને મુત્સદ્દીગીરીનું સમર્થન કરે છે. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાનો સંદેશ આપ્યો હતો.
યુદ્ધો, આર્થિક અનિશ્ચિતતા, આબોહવા પરિવર્તન અને આતંકવાદ જેવા પડકારો અંગે ચિંતા વ્યક્ત કરીને વડાપ્રધાને જણાવ્યું હતું કે વિશ્વને સાચા રસ્તે લઈ જવા માટે બ્રિક્સ સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. અમે સંવાદ અને મુત્સદ્દીગીરીને ટેકો આપીએ છીએ, યુદ્ધને નહીં. આપણે સાથે મળીને કોવિડ જેવા પડકારને પહોંચી વળવામાં સફળ રહ્યા છીએ, તેવી રીતે આપણે ચોક્કસપણે ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે નવી તકો ઊભી કરવામાં સક્ષમ છીએ.
સમિટમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ સહિત બ્રિક્સ દેશોના ટોચના નેતાઓએ હાજરી આપી હતી.
વડાપ્રધાને આતંકવાદનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પ્રયાસોની તરફેણ કરતાં જણાવ્યું હતું કે આ ખતરા સામે લડવામાં કોઈ “બેવડા ધોરણો” ન હોવા જોઈએ.આતંકવાદ અને ટેરર ફાઇનાન્સિંગનો સામનો કરવા માટે, આપણે તમામે એક મન સાથે મક્કમ પ્રયાસો કરવાની જરૂર છે. આ ગંભીર બાબત પર બેવડા ધોરણોને કોઈ સ્થાન નથી.અમારે આપણા દેશોમાં યુવાનોના કટ્ટરપંથીકરણને રોકવા માટે સક્રિય પગલાં લેવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનનાં યુએનમાં લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દા પર આપણે સાથે મળીને કામ કરવું જોઈએ.તેવી જ રીતે, આપણે સાયબર સિક્યોરિટી અને સલામત અને સુરક્ષિત AI માટે વૈશ્વિક નિયમો પર કામ કરવાની જરૂર છે.
ભારત બ્રિક્સમાં ભાગીદાર દેશો તરીકે નવા દેશોનું સ્વાગત કરવા ભારત તૈયાર હોવા પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે આ સંબંધમાં, તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઈએ અને બ્રિક્સના સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવું જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે ઇજિપ્ત, ઇરાન, ઇથોપિયા અને યુનાઇટેડ આરમ અમિરાત બ્રિક્સના નવા સભ્ય દેશો બનવા માગે છે.
યુએન સિક્યુરિટી કાઉન્સિલ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત દર્શાવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આપણે યુએન સિક્યુરિટી કાઉન્સિલ, બહુપક્ષીય ડેવલપમેન્ટલ બેંકો અને ડબલ્યુટીઓ જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા પર સમયબદ્ધ રીતે આગળ વધવું જોઈએ.said.