વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઝાનમાં યોજાનારી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે 22-23 ઓક્ટોબરે રશિયાની મુલાકાત લેશે. આ સમિટમાં હાજરી આપવા માટે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોદી એક વર્ષમાં બીજી વખત રશિયાની મુલાકાતે જઈ રહ્યાં છે.કઝાનમાં બ્રિક્સ સમિટ રશિયાની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે.
તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી બ્રિક્સ સભ્ય દેશોના તેમના સમકક્ષો અને કઝાનમાં આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિશ્વના ન્યાયી વિકાસ અને સુરક્ષા માટે માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવો”ના થીમ આધારિત આ સમિટ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નેતાઓને એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.બ્રિક્સ દેશોના સભ્ય દેશોમાં બ્રાઝિલ, રશિયા. ભારત અને ચીનનો સમાવેશ થાય છે. આ પછી તેમાં સાઉથ આફ્રિકાનો સમાવેશ કરાયો હતો.