વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 6 સપ્ટેમ્બર ગુજરાતનાં સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 6 સપ્ટેમ્બર ગુજરાતનાં સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો  વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. સુરતમાં આ અંગેના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, જળશક્તિ પ્રધાન સીઆરપાટીલ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પહેલનો ઉદ્દેશ જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇનની ગતિને મજબૂત બનાવવાનો છે.ગુજરાત સરકારે જળસુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિતધારકોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાત સરકારે જળસુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિતધારકોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે. પહેલ હેઠળ બાંધવામાં આવેલા રિચાર્જ સ્ટ્રક્ચર્સ વરસાદી પાણીના સંગ્રહને વધારવામાં અને લાંબા ગાળાના પાણીના ટકાઉપણું પ્રાપ્ત કરવામાં સહાયક બનશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જળ અને પર્યાવરણના સંરક્ષણને ભારતની સાંસ્કૃતિક ચેતનાનો એક ભાગ ગણાવ્યો હતો અને પાણી બચાવવા માટે “તેના ઉપયોગમાં ઘટાડો, પુનઃઉપયોગ, રિચાર્જ અને રિસાયકલ” મંત્રને આગળ ધપાવ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે આપણે પાણી બચાવવા માટે નવીન ટેકનિક અને નવીનતમ ટેકનોલોદી અપનાવવાની પણ જરૂર છે.ભારતમાં તાજા પાણીના માત્ર ચાર ટકા સંસાધનો છે અને દેશના ઘણા ભાગો જળ સંકટનો સામનો કરે છે.

 

LEAVE A REPLY