
મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે મંગળવારે (૧૧ માર્ચ, ૨૦૨૫) વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમના દેશના સર્વોચ્ચ પુરસ્કાર ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન’થી સન્માન કરવાની જાહેરાત કરી હતી. ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને માન્યતા આપતો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારા મોદી પ્રથમ ભારતીય છે. વિદેશમાં વડાપ્રધાન મોદીને આપવામાં આવેલો 21મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે.રામગુલામે કહ્યું કે મોદી આ વિશિષ્ટ સન્માન મેળવનારા પાંચમા વિદેશી નાગરિક છે.
