નાઈજીરીયાએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર (GCON)થી સન્માનિત કર્યા હતાં. (PTI Photo)

નાઈજીરીયાએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર (GCON)થી સન્માનિત કર્યા હતાં. આ સન્માન મેળવનાર મોદી બીજા વિદેશી મહાનુભાવ બન્યા હતાં. અત્યાર સુધી ક્વીન એલિઝાબેથ એકમાત્ર વિદેશી મહાનુભાવ હતા, જેમને 1969માં GCON પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

નાઈજીરીયાના પ્રેસિડન્ટ બોલા અહેમદ ટીનુબુ તરફથી એવોર્ડ સ્વીકાર્યા પછી મોદીએ જણાવ્યું હતું કે “નાઈજીરીયા દ્વારા ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’ પુરસ્કારથી સન્માનિત થવા બદલ હું સન્માનિત છું. હું તેને ખૂબ જ નમ્રતાથી સ્વીકારું છું અને તેને ભારતના 140 કરોડ લોકો તથા ભારત અને નાઈજીરિયાની મિત્રતાને સમર્પિત કરું છું”
મોદીને આપવામાં આવેલો આ 17મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર હતો.મોદીએ કહ્યું કે નાઈજીરિયાના નેતૃત્વ સાથેની તેમની બેઠકોમાં તેમણે પરસ્પર સહયોગને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા પર વિગતવાર ચર્ચા કરી હતી.અર્થતંત્ર, ઉર્જા, કૃષિ, સુરક્ષા, ફિનટેક, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નવી શક્યતાઓ ઓળખવામાં આવી છે. આફ્રિકામાં નાઈજીરિયાની ખૂબ મોટી અને સકારાત્મક ભૂમિકા છે અને આફ્રિકા સાથે ગાઢ સહકાર ભારત માટે ઉચ્ચ પ્રાથમિકતા છે.

LEAVE A REPLY