પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રેસિડન્ટ ધરમવીર ગોખૂલ અને ફર્સ્ટ લેડી વૃંદા ગોખૂલને OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) કાર્ડ આપ્યાં હતા. (ANI Photo)

મોરેશિયસના યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસ વડાપ્રધાન નવીન ચંદ્ર રામગુલામ અને તેમના જીવનસાથી વીણા રામગુલામને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ આપવાની જાહેરાત કરી હતી.

મોરેશિયસ કેબિનેટના સભ્યો, સરકારી અધિકારીઓ અને નેશનલ એસેમ્બ્લીના સભ્યો સહિત 3,500થી વધુ લોકોની હાજરી સાથેની એક કમ્યુનિટી ઇવેન્ટમાં મોદીએ આ જાહેરાત કરી હતી. મોદી જાહેરાત પછી રામગુલામે કહ્યું હતું કે આ મારા અને મારી પત્ની માટે એક સુખદ આશ્ચર્ય છે. મોદીએ સમુદાય કાર્યક્રમની શરૂઆતમાં રામગુલામ અને વીણાને OCI કાર્ડ આપ્યાં હતાં.

અગાઉ મોદીએ મોરેશિયસના પ્રેસિડન્ટ ધરમવીર ગોખૂલ અને ફસ્ટ લેડી વૃંદા ગોખૂલને OCI કાર્ડ આપ્યાં હતાં. ભારતીય ડાયસ્પોરા અને મોરેશિયસ સાથેના દ્વિપક્ષીય સંબંધો પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે મોદીએ આ જાહેરાત કરી હતી. માર્ચ 2024માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મોરેશિયસની મુલાકાત દરમિયાન, ભારતે સાતમી પેઢી સુધીના ભારતીય વંશના મોરેશિયસ નાગરિકોને OCI કાર્ડ માટે આપવાની જાહેરાત થઈ હતી. મોરેશિયસમાં 22,188 ભારતીય નાગરિકો અને 13,198 OCI કાર્ડ ધારકો રહે છે, જે દેશમાં ભારતીય સમુદાયની નોંધપાત્ર હાજરી દર્શાવે છે.OCI કાર્ડ ધારકોને ભારતમાં અનિશ્ચિત સમય માટે રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાનો અધિકાર આપે છે, સાથે સાથે વિઝા-મુક્ત મુસાફરી અને અન્ય વિશેષાધિકારોની સુવિધા પણ આપે છે.

LEAVE A REPLY