(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)-એરબસ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું અને વડોદરામાં દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી.

ઉદ્ઘાટન સમારોહમાં બોલતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે વડોદરા પ્લાન્ટમાં ઉત્પાદિત એરક્રાફ્ટની ભવિષ્યમાં નિકાસ પણ કરવામાં આવશે. ટાટા-એરબસ ઉત્પાદન પ્લાન્ટ ભારત-સ્પેન સંબંધો અને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ મિશનને મજબૂત બનાવશે. તેમણે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને પણ શ્રદ્ધાંજલિ આપી, જેઓ આ પ્રોજેક્ટ પાછળનું ભેજું હોવાનું હોવાનું કહેવાય છે. ટાટાનું આ મહિનાની શરૂઆતમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું. મોદીએ જણાવ્યું હતું કે તાજેતરમાં, અમે દેશના મહાન પુત્ર રતન ટાટાજીને ગુમાવ્યા. જો તેઓ આજે આપણી વચ્ચે હોત, તો તેઓ ખુશ હોત, પરંતુ તેમનો આત્મા જ્યાં છે ત્યાં તેઓ ખુશ હશે.

આ કાર્યક્રમમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની કલ્પના મૂળ રતન ટાટા દ્વારા 2012માં કરવામાં આવી હતી. જો હું એ ઉલ્લેખ કરવાનું ભૂલી જઈશ કે આ પ્રોજેક્ટની મૂળ કલ્પના એક દાયકા કરતાં વધુ સમય પહેલાં 2012માં કરવામાં આવી હતી, તો હું મારી ફરજમાં નિષ્ફળ જઈશ. રતન ટાટાએ એરબસ સાથે સંબંધ બાંધવા માટે સમગ્ર ખ્યાલનું નેતૃત્વ કર્યું અને એરબસ સાથે આ ભાગીદારી બનાવી હતી.

ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295 ઉત્પાદન ફેક્ટરીનો શિલાન્યાસ ઓક્ટોબર 2022માં મોદીએ કર્યો હતો અને બંને નેતાઓ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. મોદી અને સાંચેઝ સાથે મળીને વડોદરામાં લોન્ચ કરેલો પ્રોજેક્ટ્સ મહત્વાકાંક્ષી છે. આ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલનો હેતુ સ્વદેશી એરક્રાફ્ટ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. વડાપ્રધાને બરાબર બે વર્ષ પહેલાં 30 ઓક્ટોબર, 2022ના રોજ આ પ્રોજેક્ટનો વડોદરામાં શિલાન્યાસ કર્યો હતો. ટાટા-એરબસ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે

વડોદરા મહાનગરપાલિકાએ બંને નેતાઓની મુલાકાત માટે વ્યાપક તૈયારીઓ કરી હતી. સપ્ટેમ્બર 2021માં, ભારતે ઇન્ડિયન એરફોર્સ માટે 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવા માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે લગભગ રૂ.21,000 કરોડનો સોદો કર્યો હતો. આ સોદાના ભાગરૂપે ભારતમાં ખાનગી કંપની દ્વારા પ્રથમ વખત મિલિટરી એરફ્રાક્ટનું ઉત્પાદન થશે. આ કરાર હેઠળ, એરબસ ચાર વર્ષમાં સેવિલે, સ્પેનમાં તેની એસેમ્બલી લાઇનથી ‘ફ્લાય-અવે’ સ્થિતિમાં પ્રથમ 16 એરક્રાફ્ટની ડિલિવરી આપશે. 40 એરક્રાફ્ટનું ઉત્પાદન અને એસેમ્બલ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL) દ્વારા ભારતમાં કરવામાં આવશે.

LEAVE A REPLY