(ANI Photo)

જયપુરમાં 8-9 માર્ચે યોજાયેલાં 2025 ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સમાં 10 ટ્રોફી સાથે કિરણ રાવની વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ છવાઈ ગઈ હતી. સ્ટાર-સ્ટડેડ સમારોહમાં આ ફિલ્મને બેસ્ટ પિક્ચર અને શ્રેષ્ઠ દિગ્દર્શન સહિત 10 એવોર્ડ મળ્યાં હતાં.

IFAમાં પહેલીવાર કોઈ બે ગુજરાતી કલાકારને એવોર્ડ મળ્યાં હતાં, જેમાં સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જયારે ફિલ્મ ‘શેતાન’ માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.

‘લાપતા લેડીઝ’ ફિલ્મને તમામ મુખ્ય કેટેગરીમાં સફળતા મળી હતી. કિરણ રાવે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો, જ્યારે નીતાંશી ગોયેલને શ્રેષ્ઠ મુખ્ય ભૂમિકા (સ્ત્રી)નો એવોર્ડ મેળવ્યો હતો.

બોલિવુડ સ્ટાર કાર્તિક આર્યનને ‘ભૂલ ભુલૈયા 3’ માટે લીડિંગ રોલ (પુરુષ)માં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટે મળ્યો હતો. રવિ કિશન અને પ્રતિભા રંતાને અનુક્રમે શ્રેષ્ઠ સહાયક ભૂમિકા (પુરુષ) અને શ્રેષ્ઠ પદાર્પણ (સ્ત્રી) માટે પુરસ્કારો મળ્યા હતાં.
“લાપતા લેડીઝ”ને ઘણી ટેકનિકલ કેટેગરીમાં પણ એવોર્ડ મળ્યા હતાં. જેમાં બિપ્લબ ગોસ્વામીને શ્રેષ્ઠ વાર્તા, સ્નેહા દેસાઈને શ્રેષ્ઠ પટકથા અને જબીન મર્ચન્ટને માટે શ્રેષ્ઠ એડિટિંગનો સમાવેશ થાય છે.

પ્રશાંત પાંડેને “સજની” ગીત માટે શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે રામ સંપથને શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ મળ્યો હતો. રાઘવ જુયાલને ‘કિલ’માં ભૂમિકા માટે બેસ્ટ નેગેટિવ રોલ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.

આ સમારોહમાં પીઢ ફિલ્મ નિર્માતા રાકેશ રોશનને ભારતીય સિનેમામાં આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. પીઢ અભિનેત્રી રેખાએ તેમનું સન્માન કર્યું હતું.

LEAVE A REPLY