જીએસટી સરકાર માટે ટંકશાળ બની હોય તેમ લાગે છે. ઓગસ્ટમાં જીએસટીની કુલ આવક 10 ટકા ઉછળીને રૂ.1.75 લાખ કરોડ થઈ હતી. રવિવારે જાહેર કરાયેલા સરકારી ડેટા મુજબ ઘરેલુ ટ્રાન્ઝેક્શનથી GSTની કુલ આવક 9.2 ટકા વધીને લગભગ રૂ.1.25 લાખ કરોડ થઈ હતી.
માલસામાનની આયાતમાંથી આવક 12.1 ટકા વધીને રૂ.49,976 કરોડ થઈ હતી. જુલાઈમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની કુલ આવક રૂ.1.82 લાખ કરોડ રહી હતી, જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં તે રૂ.1.59 લાખ કરોડ હતી. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઉત્સવોની મોસમના પ્રારંભ પહેલા વાર્ષિક ધોરણે જીએસટીની વસૂલાતમાં વધારો મજબૂત આર્થિક પ્રવૃત્તિનો સંકેત આપે છે, તે આગામી ઉત્સવોની સિઝનમાં વધુ વધારો થશે.