
ગર્લફ્રેન્ડ ‘બેથ’ સામે આતંક ફેલાવી મૃત્યુની ધમકીઓ આપવાનો આરોપ ધરાવતા ‘હિંસક ફાર રાઇટ’ જાસૂસ વિશે કોર્ટને ગેરમાર્ગે દોરવા અને ખોટી માહિતી પૂરી પાડવા બદલ દેશની જાસુસી સંસ્થા MI5એ માફી માંગી છે.
MI5એ ત્રણ કોર્ટને કહ્યું હતું કે તેઓ તેની લાંબા સમયથી ચાલતી “પુષ્ટિ કે ઇનકાર નહીં” નીતિ હેઠળ તે વ્યક્તિની ચર્ચા કરી શકતી નથી. હાઇકોર્ટમાં પુરાવા રજૂ કરાયા પછી આ સમસ્યા પ્રકાશમાં આવી હતી.
MI5 ના એક વરિષ્ઠ અધિકારીએ એક પત્રકારને પુષ્ટિ કરી હતી કે જે માણસના જાહેરમાં X તરીકે ઓળખાવાય છે – એક જાસુસી એજન્ટ હતો. MI5ના વકીલો દ્વારા મંજૂર કરાયેલ આ ખુલાસો, બીબીસી રિપોર્ટરને ફોન કરીને કરવામાં આવ્યો હતો જેમાં તેણે તે વ્યક્તિની તપાસ સમાપ્ત કરવા વિનંતી કરાઇ હતી.
ગૃહ સચિવ હ્લવેટ કૂપરે પરિસ્થિતિને “ખૂબ જ ગંભીર બાબત” ગણાવી હતી. આ અંગે કાનૂની વિભાગના ભૂતપૂર્વ વડા સર જોનાથન જોન્સ કેસી દ્વારા સ્વતંત્ર સમીક્ષા કરાશે અને કૂપર તથા MI5 ના ડાયરેક્ટર જનરલ સર કેન મેકકેલમને એક રિપોર્ટ મોકલવામાં આવશે.
બુધવારે એક ટૂંકી સુનાવણીમાં, શ્રી જસ્ટિસ ચેમ્બરલીને કહ્યું હતું કે “પુરાવા ફક્ત ગેરમાર્ગે દોરનારા જ નહોતા, તે ખોટા હતા. તે ઇરાદાપૂર્વક ખોટા હતા કે નહીં તે તપાસનો વિષય છે.”
