યુએસ કેપિટોલ રમખાણો પછી ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવાના સંબંધિત કાનૂની દાવામાં મેટા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 25 મિલિયન ડોલર વળતર તરીકે ચુકવવા માટે સંમત થઈ છે. આની સાથે આ કાનૂની દાવાનો અંત આવશે, કંપનીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી.
વોલ સ્ટ્રીટ જર્નલે સૌપ્રથમ મેટા અને તેના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગ સામે માંડવલામાં આવેલા દાવાના સમાધાનની માહિતી આપી હતી. આમ આ કેસમાં ટ્રમ્પનો વિજય થયો છે. સેટલમેન્ટની વાકેફ કોના જણાવ્યા અનુસાર $22 મિલિયનનો ઉપયોગ ટ્રમ્પની ભાવિ પ્રેસિડેન્શિયલ લાઇબરી માટે થશે. બાકીની રકમ મારફત કાનૂની ફી અને કેસમાં અન્ય વાદીઓને ચૂકવણી કરાશે.
6 જાન્યુઆરી 2021માં ટ્રમ્પ સમર્થકોના કેપિટોલ પર હુમલા પછી ટ્રમ્પના આ બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાયા હતાં. ટ્રમ્પે તેની વ્યાપક ટીકા કરી હતી.