ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિકી ધરાવતી મેટા સૌથી ખરાબ દેખાવ કરનારા આશરે 3,600 કર્મચારીઓ અથવા 5 ટકા કર્મચારીની છટણી કરશે. કંપની તેમની જગ્યાએ નવા કર્મચારીઓની ભરતી કરશે. કંપનીના ઇન્ટર્નલ મેમોમાં આ માહિતી આપવામાં આવી હતી.
આ જાણકારી કર્મચારીઓને આંતરિક મેમો દ્વારા આપવામાં આવી છે.CEO માર્ક ઝકરબર્ગે મેમોમાં આ પગલાની પુષ્ટિ આપીને જણાવ્યું હતું કે મેનેજમેન્ટના દેખાવમાં સુધારો કરવા અને ખરાબ દેખાવ કરનારને દૂર કરવા આ વ્યૂહરચના અપનાવામાં આવી છે.
મેટામાં સપ્ટેમ્બર ક્વાર્ટરના અંત સુધીમાં 72,000 લોકો કામ કરતા હતાં. આવી સ્થિતિમાં 5%નો કાપ લગભગ 3600 નોકરીઓને અસર કરી શકે છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કર્મચારીઓને મોકલેલા ઈન્ટરનલ મેમોમાં જણાવ્યું છે કે પરફોર્મન્સના સ્કેલને વધારવાના નિર્ણયના કારણે હવે પરફોર્મન્સના આધારે તેમનું કામ જોવામાં આવશે. આવી સ્થિતિમાં કંપની નવા માપદંડો અનુસાર અંડરપર્ફોર્મર્સની છટણી કરશે.
વિશ્વની મોટી ટેક કંપનીઓમાં વર્ષ 2022થી સતત છટણી ચાલુ છે. મેટા ઝુકરબર્ગે વર્ષ 2023ને કંપનીનું ‘યર ઓફ એફિશિયન્સી’ જાહેર કર્યું હતું અને ત્યારબાદ મેટાએ 10 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. મેટાએ વર્ષ 2022થી લગભગ 21 હજાર નોકરીઓ પર કાપ મુક્યો છે.