અમેરિકામાં ફરીથી પ્રેસિડેન્ટ પદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી 2025માં વ્હાઇટ હાઉસમાં તેમનો પદભાર સંભાળશે. આ સંજોગોમાં તેમનાં પત્ની મેલેનિયા ટ્રમ્પ ફર્સ્ટ લેડી તરીકેની તેમની ભૂમિકામાં ઓછા સક્રિય રહેશે તેવું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ વ્હાઇટ હાઉસમાં પાર્ટ ટાઇમ ઉપસ્થિત રહેશે. ન્યૂયોર્ક પોસ્ટના એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેલેનિયા ફક્ત વ્હાઇટ હાઉસમાં જ રહેવા ઇચ્છતા નથી, પરંતુ તેઓ ન્યૂયોર્ક અને ફ્લોરિડામાં પણ તેમના પુત્ર બેરોન સાથે રહેવા ઇચ્છે છે.
સૂત્રો કહે છે કે, “મેલેનિયા ફર્સ્ટ લેડી હશે, પરંતુ ફક્ત તેમની શરતોને આધિન રહેશે. તેઓ વ્હાઇટ હાઉસમાં આયોજિત મોટા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. પરંતુ તેઓ મહિલાઓના કોઈ કાર્યક્રમોમાં હાજર રહેશે નહીં. અથવા બહુ ઓછા ઇન્ટરવ્યૂ આપશે. તેઓ આ વિજયને મુખ્ય સફળતા તરીકે ધ્યાનમાં લે છે, અને બાકીનું કામ તેઓ પોતાની ઇચ્છા મુજબ કરશે. વ્હાઇટ હાઉસમાં તેમની ફરજો માટે તેઓ ખરેખર મુખ્ય વ્યક્તિ છે. મેલેનિયા પાર્ટ-ટાઇમ ફર્સ્ટ લેડી તરીકે કાર્યરત રહેશે, જ્યારે મોટાભાગનો સમય માતા અને પત્ની બનીને રહેશે.”

LEAVE A REPLY