અમેરિકાનાં ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે તેમની આવનારી આત્મકથામાં જણાવ્યું છે કે, મહિલાને ગર્ભપાત કરાવવાનો અધિકાર છે, જ્યારે તેમના પતિ, ડોનાલ્ડ ટ્રમ્પ, દેશમાં રાજ્યોને આ સર્જરીને પ્રતિબંધિત કરવાની સત્તાને સમર્થન આપ્યું છે, તેવું એક મીડિયા રીપોર્ટમાં તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું.
મેલેનિયા ટ્રમ્પે પોતાના સંસ્મરણોમાં લખ્યું છે કે, “મહિલા સિવાય અન્ય કોઇ પાસે એ નક્કી કરવાની અધિકાર કેમ હોવો જોઈએ કે તે પોતાના શરીર સાથે શું કરે છે? એક મહિલાના અનિચ્છનીય સગર્ભાવસ્થાનો અંત લાવવો કે કેમ તે પસંદ કરવાના અધિકાર પર પ્રતિબંધ મૂકવો એ તેના પોતાના શરીર પરના તેના નિયંત્રણને નકારવા સમાન છે. મેં મારા સમગ્ર જીવન દરમિયાન આ માન્યતા મારી સાથે જાળવી છે.” મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ આત્મકથાનું નામ મેલેનિયા છે, જે 8 ઓક્ટોબરે પ્રકાશિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રીપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ગર્ભાવસ્થાના 15 અઠવાડિયાથી વધુના રાષ્ટ્રીય પ્રતિબંધને સમર્થન આપવાનો સંકેત આપ્યો હતો પરંતુ એપ્રિલમાં જણાવ્યું હતું કે અમેરિકન સુપ્રીમ કોર્ટે 1973ના રો વિરુદ્ધ વેડના ચુકાદાને રદ કર્યા પછી પ્રેસિડેન્ટની પ્રથમ ચૂંટણીમાં રાજકીય વિચારધારા સર્વોપરી હતી, જેના દ્વારા ગર્ભપાત માટે અંદાજે 50 વર્ષના ફેડરલ અધિકારનો અંત આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, ગર્ભપાતના કાયદા રાજ્યો દ્વારા નક્કી થવા જોઈએ અને દુષ્કર્મ, વ્યભિચાર અને માતાના જીવનની સુરક્ષાના મુદ્દે ગર્ભપાત પર પ્રતિબંધના અપવાદોને સમર્થન આપે છે. સર્વે દર્શાવે છે કે, પ્રેસિડેન્ટની ચૂંટણી એક ગળાકાપ સ્પર્ધા છે, જેમાં સાત મહત્ત્વના રાજ્યો પરિણામ નક્કી કરે તેવી સંભાવના છે.

LEAVE A REPLY