એન્ટિગ્વા અને બર્બુડાના વિદેશ પ્રધાન ચેટ ગ્રીને તાજેતરમાં જણાવ્યું હતું કે, ફરાર ભારતીય બિઝનેસમેન મેહુલ ચોક્સી અત્યારે આ આઇલેન્ડમાં નથી.
ગ્રીને જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સી મેડિકલ સારવાર માટે વિદેશમાં ગયા હતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ એન્ટિગ્વા અને બર્બુડાના નાગરિક છે.
ગ્રીને સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, “મેહુલ ચોક્સી આઇલેન્ડમાં નથી. મને કહેવામાં આવ્યું હતું કે, તે મેડિકલ સારવાર માટે એન્ટિગ્વાથી વિદેશ ગયા છે. તે એન્ટિગ્વા અને બર્બુડાના નાગરિક છે.” મેહુલ ચોક્સી એક ભાગેડુ ભારતીય બિઝનેસમેન છે, જેઓ આ દેશની નાગરિકતા ધરાવે છે. મેહલુ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પંજાબ નેશનલ બેંક (PNB) સાથેના કૌભાંડમાં ભારતમાં વોન્ટેડ છે. આ બંને પર બેંક સાથે રૂ. 14,000 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. ગ્રીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને એન્ટિગ્વા સરકાર સાથે મળીને કામ કરી રહી છે અને કાયદા મુજબ તેમ જ લોકશાહી પરંપરાઓનું સન્માન કરી રહી છે.

 

LEAVE A REPLY