Kyodo via REUTERS

જાપાનની અગ્રણી ઓટો કંપનીઓ હોન્ડા મોટર અને નિસાન મોટર મર્જરની શક્યતાની ચકાસણી કરી રહી છે. તેનાથી જાપાનમાં ટોયોટા મોટર સામે એક મોટા હરીફનું સર્જન થશે. આ ન્યૂઝને પગલે નિસાનના શેરમાં 24 ટકાનો જંગી ઉછાળો આવ્યો હતો.

હોન્ડાના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શિંજી ઓયામાએ બુધવારે જણાવ્યું હતું કે હોન્ડા મર્જર, કેપિટલ ટાઈ-અપ અથવા હોલ્ડિંગ કંપનીની સ્થાપના સહિતના અનેક વિકલ્પો પર વિચાર કરી રહી છે. આયોમાએ સંભવિત નિર્ણય ક્યારે લેવામાં આવશે તે વધુ માહિતી આપી ન હતી. ટીબીએસના અહેવાલ મુજબ કંપનીઓ 23 ડિસેમ્બરે જાહેરાત કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બંને કંપનીઓ વચ્ચેની મંત્રણા પ્રારંભિક તબક્કામાં છે અને તેની સમજૂતી ન પણ થાય. ફ્રોસ્ટ એન્ડ સુલિવાનના મોબિલિટીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વિવેક વૈદ્યએ જણાવ્યું હતું કે “બંને ખેલાડીઓને આ વિલીનીકરણથી લાભ થશે. સંયુક્ત એન્ટિટી એક સંપૂર્ણ કક્ષાની ઓટોમેકર હશે.”

આ સૂચિત સોદોથી જાપાનનો ઓટો ઉદ્યોગને બે મુખ્ય કેમ્પમાં વહેંચાઈ જશે. એક કેમ્પમાં હોન્ડા, નિસાન અને મિત્સુબિશી હશે, જ્યારે બીજા કેમ્પમાં ટોયોટા જૂથ કંપનીઓનો સમાવેશ થાય છે. મર્જરથી બંને કંપનીઓને ટેસ્લા ઇન્ક અને ચાઇનીઝ ઓટોમેકર્સ જેવા ઇલેક્ટ્રિક વાહનોમાં હરીફો સામે સ્પર્ધા કરવામાં મદદ કરશે.

LEAVE A REPLY