ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ 29 એપ્રિલના રોજ ચંડોળા તળાવ વિસ્તાર નજીક આશરે 2,000 ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ હતી. મિનિ બાંગ્લાદેશ તરીકે આ વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહેતા હતા.
ગુજરાત હાઈકોર્ટે પણ ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન અભિયાન પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે 2 હજારથી વધુ હથિયારબંધ પોલીસકર્મીઓ તહેનાત કરાયા હતાં. AMCએ વહેલી સવારે 50 ટીમો સાથે બુલડોઝર કાર્યવાહી ચાલુ કરી હતી.
ચંડોળા તળાવ પર સરકારી જમીન પર અતિક્રમણ પાછળના મુખ્ય સૂત્રધાર મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ હતી. તેને ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને ભાડાના રહેઠાણ અને આધાર કાર્ડ મેળવવામાં પણ મદદ કરી હતી.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડીસી પરમારે જણાવ્યું હતું કે લગભગ 2,000 ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનો અને અન્ય મિલકતોને તોડી પાડવા માટે ઓળખવામાં આવી હતી, અને બપોર સુધીમાં 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું હતું.
