લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે “લંડનમાં જાતિવાદ અને ઈસ્લામાફોબિયા સામે એકજૂથ થઇને તા. 8ના રોજ કામ કરનાર પોલીસ અધિકારીઓના ઉત્કૃષ્ટ કાર્યની સરાહના કરવા માંગુ છું. તે માટે તમારો આભાર. તાજેતરના દિવસોમાં દેશભરના નગરો અને શહેરોમાં ભયાનક હિંસા અને અવ્યવસ્થા આપણે જોઈ છે, પરંતુ રાજધાનીમાં કોઈ પુનરાવર્તન થયું નથી. મેટ પોલીસ આવી હિંસા સહન કરશે નહીં અને જે કોઈપણ તોફાનોમાં સામેલ થશે તેમને કાયદાના સંપૂર્ણ બળનો સામનો કરવો પડશે.’’
ખાને કહ્યું હતું કે “હું સ્પષ્ટ કહું છું કે આપણા શહેરમાં હિંસા, જાતિવાદ, ઇસ્લામોફોબિયા અને સેમિટિઝમ માટે કોઈ સ્થાન નથી અને જે વ્યક્તિ આપણા સમુદાયોને વિભાજિત કરવા માંગે છે તેમને અમે ક્યારેય જીતવા દઈશું નહીં. લંડન આપણી વિવિધતા માટે ખુલ્લું છે અને આવકારદાયક શહેર હોવાનો મને ગર્વ છે, અને હંમેશા રહેશે.”