બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ તેમના ભત્રીજા અને રાજકીય વારસદાર આકાશ આનંદને પાર્ટીની શો કોઝ નોટિસના જવાબને ટાંકીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતાં. આકાશ આનંદે પાર્ટીની શો કોઝ નોટિસના જવાબમાં માયાવતીને સ્વાર્થી અને ઘમંડી ગણાવ્યા હતાં.
તેમના જવાબથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ તેમના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવમાં છે, જેમને પહેલા જ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.માયાવતીએ X પર ત્રણ પોસ્ટમાં જણાવ્યું હતું કે આકાશ આનંદ આ માટે પસ્તાવો કરવો જોઈતો હતો અને પરિપક્વતા બતાવવી જોઇતી હતી, પરંતુ તેનાથી વિપરિત આકાશ દ્વારા આપવામાં આવેલો લાંબો પ્રતિસાદ પસ્તાવો અને રાજકીય પરિપક્વતા દર્શાવતા નથી. “તેથી બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના સ્વાભિમાન અને આત્મસન્માનની ચળવળના હિતમાં અને કાંશીરામની શિસ્તની પરંપરાને અનુસરીને આકાશ આનંદને તેમના સસરાની જેમ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.
માયાવતીએ સપ્તાહના અંતમાં અશોક સિદ્ધાર્થ પર પક્ષને વચ્ચેથી વિભાજીત કરવાનો આરોપ લગાવીને હાંકી કાઢ્યા હતાં.ગયા વર્ષે મે મહિનામાં પણ માયાવતીએ આકાશ આનંદને અપરિપક્વ ગણાવીને પાર્ટીના તમામ મહત્વપૂર્ણ પદો પરથી હટાવી દીધા હતાં. પરંતુ એક મહિના પછી, પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા હતાં.
