ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ત્રણ દિવસ કરા સાથે કમોસમી વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે સાબરકાંઠા અને ખેડા સહિતના કેટલાંક વિસ્તારોમાં માવઠુ થયું હતું. સાબરકાંઠાના વિજયનગરમાં 3 મીમી જ્યારે ખેડા જીલ્લાના કપડવંજમાં પણ 3 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સવારે 10 થી 12 દરમિયાન અરવલ્લી જિલ્લાના બાયડમાં 1 મીમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ ગુરુવાર 26 ડિસેમ્બરની રાત્રે હળવા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જેના કારણે કાંકરિયા કાર્નિવલમાં વિક્ષેપ પડ્યો હતો.
શુક્રવારે (27મી ડિસેમ્બર) રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 27મી અને 28મી ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ રાઉન્ડ શરૂ થશે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્માના ડામવાસ ગામમાં ગુરુવાર રાત્રે હળવા ઝાપટા સાથે કરા પડ્યા હતાં. આગામી બે દિવસ કમોસમી વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. હવામાનની આગાહી અનુસાર. હવામાન વિભાગે છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ એમ ચાર જિલ્લાઓ માટે કરા સાથે વરસાદની શક્યતા છે. અતિવૃષ્ટિની ચેતવણી પણ જારી કરી હતી. જો કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્માના ડામવાસ ગામમાં ગઈકાલે રાત્રે હળવા ઝાપટા સાથે કરા પડ્યા હતા. અમદાવાદ શહેરમાં પણ ગુરુવારે રાત્રે હળવા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જેના કારણે ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલમાં વિક્ષેપ પડ્યો હતો.
ગુજરાતમાં એક તરફ શિયાળો ચાલી રહ્યો છે અને ઠંડી પડી રહી છે. પરંતુ અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી હતી.. શિયાળુ પાકના વાવેતર બાદ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં માવઠાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. બનાસકાંઠા જિલ્લાના દાંતા, ઈકબાલગઢ, ડીસા અને પાલનપુર પંથકમાં માવઠાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું. .એરંડા, બટાકા, જીરુ, ઈસબગુલ અને ઘઊં સહિતના પાકને નુકસાન થઈ શકે છે.
