છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી વિશિષ્ટ ઇમિગ્રેશન ફર્મ તરીકે સેવા આપતી ફર્મ ફર્નાન્ડિસ વાઝ સોલિસીટર્સને તા. 31 મેના રોજ યુકેની સુપ્રીમ કોર્ટમાં યોજાયેલા UKILP ના વાર્ષિક એવોર્ડ સમારોહમાં ઇમિગ્રેશન લો કેટેગરીમાં “એક્સલન્સ ઇન યુકે ઇન્ડિયા કોરિડોર એવોર્ડ 2024” ભારતના ભૂતપૂર્વ ચિફ જસ્ટીસ અને રાજ્યસભાના સભ્ય શ્રી રંજન ગોગોઈ દ્વારા એનાયત કરાયો હતો.

ફર્મના પ્રિન્સિપાલ તરીકે ઇમિગ્રેશન કાયદાના તમામ ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ ધરાવતા મારિયા ફર્નાન્ડિસ સેવા આપે છે. યુકે-ભારત કાનૂની ભાગીદારીએ શ્રીમતી મારિયા ફર્નાન્ડિસની દાયકાઓની સમર્પિત સેવા અને ભારત અને UK બિઝનેસ કોરિડોરમાં નોંધપાત્ર યોગદાનને શ્રેષ્ઠતા માટેના એવોર્ડ દ્વારા માન્યતા આપી છે. સાર્વજનિક અને ખાનગી બંને ક્ષેત્રોમાં તેમના અનુકરણીય કાર્યએ તેમને સાચા અર્થમાં સમુદાયમાં એક નેતા અને સંશોધક તરીકે ઓળખ આપી છે.

યુકે ઈન્ડિયા લીગલ પાર્ટનરશીપ (UKILP) વકીલોના હિતોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. આ કાર્યક્રમમાં લો સોસાયટી ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સના પ્રમુખ શ્રી નિક એમર્સન, બાર કાઉન્સિલ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સના અધ્યક્ષ, કિંગ્સ કાઉન્સેલ, જનરલ કાઉન્સેલ, વરિષ્ઠ સલાહકારો, જજીસ, હાઉસ ઓફ લોર્ડ્સ એન્ડ હાઉસના સભ્યોએ હાજરી આપી હતી.

ફર્નાન્ડિસ વાઝની ઓફિસ 87 વેમ્બલી હિલ રોડ વેમ્બલી ખાતે આવેલી છે. સંપર્ક: 020 8733 0123 અને ઇમેઇલ [email protected]

LEAVE A REPLY