હિંસાગ્રસ્ત પૂર્વોત્તર રાજ્ય મણિપુરના મુખ્ય પ્રધાન પદેથી એન બિરેન સિંહે રવિવારે સાંજે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. હવે થોડા દિવસમાં નવી સરકાર અંગનો નિર્ણય લેવાશે. રાજ્યમાં છેલ્લા 21 મહિનાથી ચાલી રહેલી હિંસાને કારણે બિરેન સિંહ વિપક્ષના ઘણા દબાણ હેઠળ હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યપાલે તેમને કાર્યકારી મુખ્ય પ્રધાન તરીકેનો જવાબદારી સંભાળવા જણાવ્યું છે. એક મહિના અગાઉ બિરેન સિંહે રાજ્યમાં થયેલી હિંસા અને તેમાં થયેલા જાનહાનિ બદલ માફી માંગી હતી. બિરેન સિંહે ત્યારે જણાવ્યું હતું કે, આખું વર્ષ ખૂબ જ કમનસીબ રહ્યું છે. મને આ વાતનું ખૂબ દુઃખ છે. 3 મે, 2023થી આજ સુધી જે કંઈ બન્યું છે તેના માટે હું રાજ્યના લોકોની માફી માંગુ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં 3 મે 2023થી કુકી-મૈતેઈ સમુદાય વચ્ચે હિંસા શરૂ થઇ હતી.

LEAVE A REPLY